October 4, 2024

ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં પહોંચી

India vs South Korea: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024ની સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવી દીધું છે. ભારતીય ટીમ માટે ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. ભારતીય ટીમની સામે કોરિયન ટીમ ટકી શકી નહીં. હવે ફાઇનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. સેમીફાઈનલમાં ચીને પાકિસ્તાનને હરાવી દીધું છે.

મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વ
ભારતીય ટીમના ખેલાડીઓએ પહેલા જ ક્વાર્ટરમાં જ જોરદાર રમ્યા હતા. તેણે આ ગોલ કરવામાં કોઈ ઉતાવળ ન દાખવી અને મેચમાં ભારતને 1-0થી લીડ અપાવી હતી. આ બાદ પણ ભારતે ગોલ કરવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે બીજો ગોલ કર્યો હતો. આ પછી કોરિયન ટીમે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ રહ્યા ના હતા.

આ પણ વાંચો: IND vs BAN: પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર કોણ હશે?

જોરદાર ગોલ કર્યો હતો
હાફ ટાઈમ સુધી ટીમ ઈન્ડિયા 2-0થી આગળ રહી હતી. કોરિયન ગોલકીપર કિમને બિલકુલ આગળ વધવાનો સમય આપ્યો ન હતો. ભારતીય ટીમે મેચ પર પોતાની પકડ જમાવી લીધી હતી. ત્યારબાદ કોરિયાના યાંગ જી-હુને એક શાનદાર ગોલ કરીને પોતાની ટીમ માટે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મેચમાં કોરિયા માટે ગોલ કરનાર તે એકમાત્ર ખેલાડી હતો. ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ચોથો ગોલ કર્યો હતો. આ મેચમાં તેનો એકંદરે બીજો ગોલ હતો. તેણે ભારતને 4-1થી આગળ કર્યું હતું.