July 25, 2024

AUS vs AFG: ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાન ટીમનો વીડિયો વાયરલ

AUS vs AFG: T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8 રાઉન્ડમાં અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 21 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. અફઘાન ટીમની ઓસ્ટ્રેલિયન ટીમ સામે આ પહેલી જીત છે. ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાન ટીમની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે.

ખુશી મેદાન પર જોવા મળી
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ખુબ યાદગાર બની ગયો છે. અફઘાન ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચ 21 રને જીત પ્રાપ્ત કરી છે. કોઈને પણ અપેક્ષા ના હતી કે આવું પરિણામ આવશે. અફઘાનિસ્તાનની ટીમે દરેક ખોટા સાહિત કર્યા છે. અફઘાનિસ્તાનની ટીમે દરેકના દિલ જીતી લીધા છે. આ મેચ બાદ અફઘાન ટીમની ખુશી મેદાન પર તો જોવા મળી હતી. પરંતુ તેની સાથે રે સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે પણ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mohammad Nabi (@mohammadnabi07)

ડાન્સ કરતો જોવા મળ્યા
આ વીડિયોમાં જોઈ શકાય છે કે દરેક ખેલાડીઓ ડાન્સ કરી રહ્યા હતા. આ સાથે જ્યારે ટીમ બસ દ્વારા હોટેલ પરત ફરી રહી હતી. ત્યારે તે બ્રાવોના હિટ ગીત ચેમ્પિયન-ચેમ્પિયન પર અફઘાન ટીમ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ સમગ્ર સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સાથે અફઘાનિસ્તાન ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ નબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.