November 10, 2024

શેર માર્કેટમાં સ્થિતિ બગડતા 9 કંપનીઓની MCAP ઘટી, કરોડોમાં છે આંકડા

Share Market Update: ગયા સપ્તાહે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.જેની સીધી અસર ઘણી બધી કંપનીઓ પર પડી છે. શેર માર્કેટમાં આ ડાઉનફોલને કારણે રોકાણકારોને રૂ. 16 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બજારમાં ભારે ઘટાડાથી શેરબજારમાં એમ-કેપમાં પણ ઘટાડો થયો હતો. માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોચની 10 કંપનીઓમાં કંપનીને રૂ. 4,74,906.18 કરોડનું સંયુક્ત નુકસાન થયું નથી. જો ટોપ લૂઝર વિશે વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના એમ-કેપમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જે રોકાણકારોએ આ બે કંપનીઓમાં રોકાણ કર્યું હતું એને અંદરખાને દુઃખ વ્યક્ત કરવાનો વારો આવ્યો હતો.

ટોચની કંપનીઓનું એમ-કેપ કેટલું ઘટ્યું છે?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું મૂલ્યાંકન રૂ. 1,88,479.36 કરોડ ઘટીને રૂ. 18,76,718.24 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 72,919.58 કરોડ ઘટીને રૂ. 12,64,267.35 કરોડ થયું હતું.ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 53,800.31 કરોડ ઘટીને રૂ. 9,34,104.32 કરોડ થયું હતું. ICICI બેન્કનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 47,461.13 કરોડ ઘટીને રૂ. 8,73,059.59 કરોડ થયું હતું. ભારતીય જીવન વીમા નિગમ (LIC)નું મૂલ્યાંકન રૂ. 33,490.86 કરોડ ઘટીને રૂ. 6,14,125.65 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 27,525.46 કરોડ ઘટીને રૂ. 6,69,363.31 કરોડ થયું હતું.

આંકડાકીય ઉથલપાથલ
ITCનો એમકેપ રૂ. 24,139.66 કરોડ ઘટીને રૂ. 6,29,695.06 કરોડ થયો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 21,690.43 કરોડ ઘટીને રૂ. 15,37,361.57 કરોડ થયું છે.

આ પણ વાંચો: મોદી સરકારની મોટી જાહેરાત, PM Garib Kalyan Yojana પાંચ વર્ષ માટે લંબાવાઈ

કેપમાં વધારો જોવા મળ્યો
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું મૂલ્યાંકન રૂ. 5,399.39 કરોડ ઘટીને રૂ. 7,10,934.59 કરોડ થયું હતું. જોકે, આ સપ્તાહે ઈન્ફોસિસના એમ-કેપમાં વધારો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસનું માર્કેટકેપ રૂ. 4,629.64 કરોડ વધીને રૂ. 7,96,527.08 કરોડ થયું હતું. જોરદાર ઘટાડા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એમ-કેપના આધારે ટોચ પર છે. આ પછી TCS, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ઈન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ITC અને LIC આવે છે.