‘વેલકમ બેક, ક્રૂ 9! PM મોદીએ સુનિતા વિલિયમ્સને પાઠવી શુભેચ્છા

PM Modi: ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. આ બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલમાં બેસીને પૃથ્વી પર ઉતર્યા હતા અને હવે આખી દુનિયામાં તેમની વાપસીની ઉજવણી થઈ રહી છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રી બૂચ વિલ્મરને પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘વેલકમ બેક, ક્રૂ 9! પૃથ્વી પર તમને ઘણા યાદ કરવામાં આવ્યા. આ હિંમત, ધૈર્ય અને અપાર માનવ ભાવનાની કસોટી છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ 9 અવકાશયાત્રીઓએ ફરી એકવાર અમને બતાવ્યું કે સાચી દ્રઢતા શું છે. અજાણી વિશાળતા સામે તેમની અતૂટ પ્રતિબદ્ધતા લાખો લોકોને હંમેશા પ્રેરણા આપશે.

પીએમ મોદીએ લખ્યું, ‘અવકાશમાં શોધ કરવાનો અર્થ છે માનવીય ક્ષમતાની સીમાઓને આગળ ધપાવવી, સ્વપ્ન જોવાની હિંમત અને તે સપનાઓને વાસ્તવિકતામાં બદલવાની હિંમત… સુનિતા વિલિયમ્સે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે.

આ પણ વાંચો: ‘જે વચન આપ્યું તે નિભાવ્યું…’, સુનિતા વિલિયમ્સની વાપસી પર ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા આવી સામે

 

સતત અપડેટ ચાલુ છે…