March 19, 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દાદને ગુલાબ-સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર

બોટાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગુલાબ-સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. તેમજ હનુમાનજીને સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે 7:00 કલાકે શણગાર આરતી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી.

દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને અગિયારસ નિમિત્તે મલખમલના કાપડમાં બનેલા જરી સ્ટોનના ભરતવાળા દાદાને પહેરાવાયા છે. આ વાઘા ચાર દિવસની મહેનતે 2 કારીગરોએ વડોદરામાં બનવ્યા છે.

108 સુખડી અગિયારસ અને શનિવાર હરિભક્ત તરફથી હનુમાનજીને અર્પણ કરાઈ છે. હીરાજડિત ચાંદીનો 1.5 કિલોનો મુગટ પણ દાદાને પહેરાવાયો છે. આંકડાનો હાર છે. જેમાં વાદળી રંગથી રામ લખેલું છે. આ હાર બગસરાથી એક હરિભક્તે મોકલ્યો છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.