CSKને આજે આ 3 ખેલાડીઓ જીતાડી શકે છે મેચ

IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025માં પોતાની બીજી મેચ RCB સામે રમશે. પહેલી મેચમાં જ જીત મળતા ચેન્નાઈ ટીમનું મનોબળ ઉંચુ છે. આજની આ મેચ ચેપોક ગ્રાઉન્ડ પર રમાશે. આજની મેચ ઘણી ખાસ રહેવાની છે. આજની મેચમાં આ 3 ખેલાડીઓ પર તમામની નજર રહેશે. આવો જાણીએ આ ખેલાડીઓ વિશે અને કેમ તમામની નજર છે આ ખેલાડીઓ ઉપર.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા પોતાનો ઓવર ખૂબ જ ઝડપથી પૂર્ણ કરે છે અને બેટ્સમેનને કોઈ મોકો આપતો નથી. તે ચેપોકની પિચથી સારી રીતે વાકેફ છે. તેની ખાસ વાત તો એ છે કે તે પરિસ્થિતિ પ્રમાણે બોલિંગ કરે છે. તેણે અત્યાર સુધીમાં IPLમાં 160 વિકેટ લીધી છે.

નૂર અહેમદ
નૂર અહેમદને ચેન્નાઈ સુપર કિંગ્સે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મુંબઈ સામેની પહેલી જ મેચમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. 18 રન આપીને 4 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. અત્યાર સુધીમાં તેણે 24 IPL મેચોમાં 28 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: CSK vs RCB વચ્ચે આજે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિન
રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ તેમના અનુભવની વાત કરવામાં આવો તો તેમની પાસે અનુભવની કોઈ કમી નથી. બેટ્સમેનોને ખૂબ જ ઝડપથી પોતાની જાળમાં ફસાવે છે. ગત સિઝનમાં તે રાજસ્થાનની ટીમનો ભાગ હતો. પરંતુ આ વખતે રાજસ્થાનની ટીમે તેને રિટેન કર્યો ના હતો.IPL 2025 મેગા ઓક્શનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે તેને 9.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.