September 14, 2024

iPhone 16 Pro Max વેરિઅન્ટમાં હશે આ ખાસ નવા ફીચર્સ

Apple પોતાની નવી સીરીઝ 9 સપ્ટેમ્બર 2024ના લૉંચ કરશે. આ શ્રેણીમાં 4 નવા iPhones માર્કેટમાં લૉંચ કરાશે. આ સિરીઝનું ટોપ વેરિઅન્ટ iPhone 16 Pro Max હશે. આવો અમે તમને તેના લૉંચ પહેલા તેમાં ઉપલબ્ધ ટોપ ફીચર્સ વિશે માહિતી આપીએ.

સૌથી મોટી ડિસ્પ્લે
Appleનો iPhone 16 Pro Max અત્યાર સુધીનો સૌથી મોટો iPhone હોઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે. Apple પ્રેમીઓ iPhone 16 Pro Maxમાં 6.9 ઇંચની સુપર રેટિના ડિસ્પ્લે મેળવી શકે છે.

મળશે નવો ચિપસેટ
કંપની iPhone 16 સિરીઝને લેટેસ્ટ A18 ચિપસેટ સાથે લૉંચ કરી શકે છે. પરંતુ, કંપની iPhone 16 Pro Maxને A18 Pro ચિપસેટ સાથે બજારમાં લૉંચ કરી શકે છે. આ ચિપસેટ સાથે યુઝર્સને પહેલા કરતા વધુ સારું પરફોર્મન્સ મળવા જઈ રહ્યું છે.

મોટી સ્ટોરેજ ક્ષમતા
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે આ વખતે Apple અત્યાર સુધીની સૌથી મોટી સ્ટોરેજ ક્ષમતા સાથે iPhone 16 Pro Max લૉંચ કરવામાં આવી શકે છે. એક રિપોર્ટ અનુસાર આવનારા સ્માર્ટફોનમાં 2TB સુધી સ્ટોરેજ મળી શકે છે.

આ પણ વાંચો: શું ભારતમાં ટેલિગ્રામ પર લાગી શકે છે પ્રતિબંધ ?

અનોખો કેમેરા સેટઅપ
આ વખતે iPhone 16 Pro Maxમાં, યુઝર્સ પાછલી સીરીઝની સરખામણીમાં નવો કેમેરા સેટઅપ આપી શકે છે.

મળશે ખાસ ફીચર
Apple iPhone 16 Pro Maxને ખૂબ જ ખાસ ફીચર Apple Intelligence સાથે લૉંચ કરી શકે છે. એટલું જ નહીં, યુઝર્સ પ્રો મેક્સ મોડલમાં વિવિધ પ્રકારના AI ફીચર્સ પણ જોઈ શકે છે.

સૌથી મોટી બેટરી
iPhone 16 Pro Maxમાં છેલ્લી વખત કરતાં વધુ સારી નેટવર્ક કનેક્ટિવિટી મળી શકે છે. આ વખતે કંપની iPhone 16 Pro Maxમાં WiFi 7 નેટવર્કને સપોર્ટ કરી શકે છે.