February 11, 2025

ટીમ ઈન્ડિયા પહોંચી ચેન્નાઈ, BCCIએ શેર કર્યો ફની વીડિયો

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પહેલી મેચ કોલકાતામાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાની ટીમે ઈંગ્લેન્ડની ટીમને હાર આપી હતી. આગામી મેચને લઈને ટીમ ઈન્ડિયા ચેન્નાઈ પહોંચી ગઈ છે. જેનો વીડિયો BCCIએ શેર કર્યો છે. આ વીડિયોમાં તિલક વર્મા ખૂબ જ રસપ્રદ વાતો કરી રહ્યા હતા.

BCCIએ શેર કર્યો વીડિયો
BCCI દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તિલક વર્મા કહેતા સંભાળાય છે કે ચેન્નાઈ…ચેન્નઈ…ચેન્નાઈ. આ વીડિયોમાં વરુણ ચક્રવર્તી પણ જોવા મળી રહ્યો છે. વરુણ ચક્રવર્તી માટે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ બનવાની છે. તેના માતા-પિતા પણ આ મેચ જોવા આવવાના છે. આવી સ્થિતિમાં તેના માટે આ મેચ ખૂબ ખાસ રહેવાની છે.

આ પણ વાંચો: મહાકુંભ લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મેળામાં જવા GSRTCની વોલ્વો બસ સેવા શરૂ કરાશે

T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની ટીમ
ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા,સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી. , વરુણ ચક્રવર્તી , રવિ બિશ્નોઈ , વોશિંગ્ટન સુંદર.