IND vs ENG ની મેચની ટિકિટ માટે થઈ ભાગદોડ, અનેક બેહોશ

IND vs ENG ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ODI મેચ 9 ફેબ્રુઆરીના રમાવાની છે. કટકના બારાબાતી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાશે. આ પહેલા મેચની ટિકિટ ખરીદવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આજે સવારે ટિકિટનું વેચાણ શરૂ થતાં જ સ્ટેડિયમની બહાર ભારે ભીડ જોવા મળી હતી. ભીડ એટલી હતી કે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટિકિટ લેવા માટે લોકો પડાપડી કરવા લાગ્યા હતા. હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો લાઇનમાં ઉભા હતા. ઘણા લોકો બેભાન થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર બનાવનો વીડિયો પણ સામે આવ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સંગઠનના હોદ્દેદારોની બોલાવવામાં આવી ખાસ બેઠક
પોલીસે કાર્યવાહી કરવી પડી
ટિકિટ લેવા માટે ક્રિકેટ ચાહકો પડાપડી કરી રહ્યા હતા અને ઘણા લોકો બેભાન પણ થયા હતા. જેના કારણે પોલીસે કાર્યવાહી કરવી પડી હતી. પોલીસે વોટર ગનનો ઉપયોગ કર્યો હતો. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પણ ઘટનાને સ્થળે પહોંચી ગયા હતા. વહીવટીતંત્રે પરિસ્થિતિને ગંભીરતાથી લીધી અને કહ્યું કે ટિકિટ વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.