જો PM મોદી ન હોત તો હું રાજનીતિમાં પણ ન આવી હોત: કંગના રનૌત

Kangna Ranaut Interview: ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે એક કાર્યક્રમમાં કહ્યું કે, જો પીએમ નરેન્દ્ર મોદી ન હોત તો હું રાજનીતિમાં ના આવી હોત. આ સાથે કંગનાએ ઉમેર્યું કે, જો તેઓ ન હોત તો હું BJPમાં પણ જોડાઈ ન હોત.
કંગના રનૌતે ફિલ્મ ઈમરજન્સી પર વાત કરી
ફિલ્મ ‘ઇમર્જન્સી’ વિશે વાત કરતાં, કંગના રનૌતે કહ્યું કે લોકોએ તેની ફિલ્મની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો હોવાથી તેની ફિલ્મને પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું. જોકે, તેને વિશ્વાસ હતો કે આ ફિલ્મ દિવસેને દિવસે ચમકશે અને તેવું જ થયું.
ઘણા સીન ન બતાવવાની ચેતવણી આપવામાં આવી
તેણીએ ચંદીગઢ થપ્પડ વિવાદનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ફિલ્મની રિલીઝ પહેલા તેણીને ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે લોકોએ તેમને ઈમરજન્સી ફિલ્મમાં ઘણા દ્રશ્યો ન બતાવવાની ચેતવણી પણ આપી હતી.