September 14, 2024

શું ખરેખર ફેસબુક આઇકોનનો રંગ બદલાયો છે?

Facebook Icon Colour Change: છેલ્લા બે દિવસથી હજારો લોકો ફેસબુકના ડાર્ક આઇકોનને લઈને સતત ચર્ચા થઈ રહી છે. લોકોએ ફેસબુકના બ્લેક આઇકોનની તસવીરો પણ ઓનલાઈન શેર કરીને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જો તમને પણ આ વિશે સવાલ થઈ રહ્યો છે તો આ સમાચાર તમારા માટે છે. આવો શું છે આ વાયરલ ન્યુઝના દાવાની સત્યતા.

ફેસબુક એપના આઇકોનનો રંગ બદલાઈ ગયો
જો તમને ફેસબુકનું આઇકોન કાળું જોવા મળી રહ્યું છે તો તેવું તમારી એક સાથે નહીં થઈ રહ્યું. ઘણા વપરાશકર્તાઓ સાથે આવું થઈ રહ્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે ફેસબુક એપનું આઇકોન બદલાયું નથી. બગને કારણે થયું છે. આ વિશે માહિતી મેટાએ પોતે આપી છે. જો તમારા ફેસબુકનું આઇકોન પણ કાળું દેખાય છે તો તમારે પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પર જઈને આ એપને અપડેટ કરવી પડશે.

આ પણ વાંચો: iPhone 16 Pro Max વેરિઅન્ટમાં હશે આ ખાસ નવા ફીચર્સ

આઇકોનના રંગમાં ફેરફાર
ફેસબુક આઇકોનના રંગમાં ફેરફાર જોયા પછી લોકો પોસ્ટ કરીને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કહી રહ્યા છે કે બગને કારણે ફેરફારો જોયા છે. જોકે મેટાએ કહ્યું કે આ બગને કારણે થયું છે, જે હવે ઠીક કરી દેવામાં આવ્યું છે.