September 14, 2024

ડાયાબિટીસના દર્દીએ આ 3 વસ્તુઓ ન ખાવી

Diabetes: આજના મોટા ભાગના લોકોને ડાયાબિટીસની સમસ્યા થતી હોય છે. પરંતુ શું તમને ખબર છે અમૂક પ્રકારનો નાસ્તો ડાયાબિટીસના દર્દી માટે સૌથી ખરાબ છે. જો તમે પણ ડાયાબિટીસના દર્દી છો તો તમારે આ વસ્તુઓનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. આવો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ નાસ્તામાં શું ખાવું જોઈએ? જેથી દિવસભર તેમનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે.

સફેદ બ્રેડ
ડાયાબિટીસના દર્દીએ સવારે સફેદ બ્રેડનું સેવન ન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે સફેદ બ્રેડમાં ખૂબ જ ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. સફેદ બ્રેડ ડાયાબિટીસમાં નુકસાનકારક છે.

ફ્રૂટ જ્યૂસ
લોકો નાસ્તામાં જ્યૂસ પીવાને ફાયદાકારક માનતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ડાયાબિટીસના દર્દીને જ્યૂસ પીવાને યોગ્ય નથી માનતા નથી. ખાલી પેટે જ્યુસ પીવો ડાયાબિટીસમાં નુકસાનકારક સાબિત થાય છે.

આ પણ વાંચો: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બનાવો ઉપવાસમાં આ સ્મૂધીની રેસિપી

કોર્ન ફ્લેક્સ અને મુસલી
કેટલાક લોકો નાસ્તામાં કોર્ન ફ્લેક્સ, મુસલી અને અનાજ ખાતા હોય છે. તમને જણાવી દઈએ કે તે પ્રોટીનથી સમૃદ્ધ હોઈ શકે છે. પરંતુ કેટલીકવાર તેમાં ખાંડ પણ હોય છે. તેથી જમતા પહેલા તપાસો. આ પહેલા તમારે ચોક્કસ ચેક કરવું જોઈએ કે તેમાં ખાંડ છે કે નહીં.