કેશોદમાં એક મહિના પહેલા થયેલી ચીલઝડપના આરોપી ઝડપાયા

જૂનાગઢ: કેશોદમાં એક મહિના પહેલા થયેલી ચીલઝડપના આરોપી ઝડપાયા છે. 4 ફેબ્રુઆરીના રોજ કેશોદના અમૃતનગર મેઈન રોડ પર ચીલઝડપની ઘટના બની હતી. મહિલાના ગળામાંથી 1.77 લાખના સોનાના ચેઇનની ચીલઝડપ થઈ હતી. મોટરસાયકલ પર આવેલા બે શખ્સો ચીલઝડપ કરી ફરાર થયા હતા. આરોપીઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના વૃશાંત ધનેશા અને નિશિત ચોકસીને ઝડપી લીધા છે. રોકડ, મોબાઈલ, સોનાની ગીની અને બાઈક મળી કુલ 1.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વૃશાંત ધનેશા પર અગાઉ 7 ગુન્હા નોંધાયા છે. જ્યારે નિશિત ચોકસી પર અગાઉ એક ગુન્હો નોંધાયો હતો.