November 10, 2024

કોંગોમાં બોટ પલટી જતાં 78 લોકોનાં મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા

Congo Boat Incident: મધ્ય આફ્રિકન દેશ કોંગોમાં ગુરુવારે કિવુ તળાવમાં એક હોડી પલટી ગઈ હતી. જેમાં અંદાજે 78 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ કિવુ પ્રાંતના ગવર્નરે માહિતી આપતા જણાવ્યું કે બોટમાં 278 લોકો સવાર હતા. હજૂ પણ આ મૃત્યુઆંક વધી શકે છે. બોટ જે જગ્યાએ જઈ રહી હતી તેના સો મીટર દૂર ડૂબી ગઈ હતી.

અગાઉ પણ અકસ્માતો થયો
અગાઉ જૂનમાં કોંગોની રાજધાની કિંશાસા પાસે બોટ ડૂબી ગઈ હતી. જેમાં 22 લોકોના મોત થયા હતા. હવે ફરી વાર આવો બનાવ બન્યો છે. આ જગ્યાએ પણ ક્ષમતા કરતા વધુ લોકોને ભરી દેવામાં આવ્યા હતા. પછી બચાવ કામગીરી મુશ્કેલ બની જાય છે. આ અકસ્માતમાં પણ સેમ એવું જ બન્યું હતું. બોટમાં માણસોની સાથે સામાન પણ વધારે ભરી દેવામાં આવ્યો હતો. પહેલા પાણી શાંત હતું આ પછી મોજા ઉછળવા લાગ્યા હતા. જેના કારણે બોટ પલટી ગઈ હતી.

આ પણ વાંચો: કેલિફોર્નિયામાં હિંદુ મંદિર પર હુમલો, દીવાલો પર ‘હિંદુ ગો બેક’નાં સૂત્રો લખ્યાં

બોટ નમી ગઈ
બોટમાં ક્ષમતા કરતા વધુ સામાન મુસાફરો માટે મુશ્કેલી મૂકી દે છે. અવારનવાર આવા બનાવો બને છે એમ છતાં આવું બને છે. દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ કહ્યું કે પહેલા બધું શાંત હતું, પછી મોજાઓ આવવા લાગ્યા અને બોટ નમી ગઈ હતી. થોડી વારમાં બોટ ડૂબવા લાગી હતી. એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે મૃતકોની ચોક્કસ સંખ્યા જાણવામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ લાગી શકે છે.